Home> Entertainment
Advertisement
Prev
Next

એકવાર નહીં પણ ત્રણ વાર થયા છે શાહરૂખના લગ્ન ! ગૌરી સાથે સેલિબ્રેટ નહોતો કરી શક્યો સુહાગરાત

આજે કિંગ ખાનની પત્ની ગૌરી ખાનનો જન્મદિવસ છે

એકવાર નહીં પણ ત્રણ વાર થયા છે શાહરૂખના લગ્ન ! ગૌરી સાથે સેલિબ્રેટ નહોતો કરી શક્યો સુહાગરાત

મુંબઈ : બોલિવૂડના કિંગ ખાનની પત્ની ગૌરી ખાનનો 8 ઓક્ટોબર, 2018ના દિવસે 48મો જન્મદિવસ છે. ગૌરી ખાનની ગણતરી લોકપ્રિય સ્ટાર વાઇફ તરીકે થાય છે. તેણે હાલમાં ફોર્બ્સની પાવરફુલ મહિલા બિઝનેસવુમનની લિસ્ટમાં ટોપ 50માં જગ્યા બનાવી છે. શાહરૂખ અને ગૌરીની લવસ્ટોરી બહુ રસપ્રદ છે. મળતી માહિતી પ્રમાણે શાહરૂખ અને ગૌરીએ એકવાર નહીં પણ ત્રણ વાર લગ્ન કર્યા છે. તેમણે સૌથી પહેલાં કોર્ટ મેરેજ કર્યા હતા અને પછી મુસ્લિમ રિવાજ પ્રમાણે નિકાહ કર્યા હતા. શાહરૂખ અને ગૌરીએ હિંદુ ધર્મ પ્રમાણે પણ લગ્ન કર્યા છે. 

ગૌરી ખાન અને શાહરૂખ ખાનના લગ્ન 1991માં થયા હતા. ગૌરી ખાને સંઘર્ષના દિવસોમાં શાહરૂખનો સાથ આપ્યો હતો. આ બંનેની મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી. એ સમયે શાહરૂખની વય 19 વર્ષની અને ગૌરીની 14 વર્ષની હતી. શાહરૂખ ખાને લેખક મુસ્તાક શેખે લખેલી બાયોગ્રાફી  'શાહરૂખ કેન'માં તેની અને ગૌરીની લવસ્ટોરી વિશે વિગતવાર વાત કરી છે. 

ગૌરી સાથેની સુહાગરાત વિશે શાહરૂખે કહ્યું છે કે એ રાત્રે હું હેમા માલિનીને મળવા ગયો હતો. મેં તેમની લાંબા સમય સુધી રાહ જોઈ હતી પણ હું મળી શક્યો નહોતો. શાહરૂખ ખાને જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં આ દિવસ અમારા માટે અપમાનનો દિવસ હતો. આ અમારી સુહાગરાત હતી પણ ગૌરીએ એ રાત એક નાનકડા મચ્છરથી ભરેલા રૂમમાં મારી રાહ જોઈને પસાર કરી હતી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More